ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલમાં રાજસ્થાની પાલી પોલીસે દરોડા પાડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 13:17:09
  • Views : 2972
  • Modified Date : 2021-06-09 13:17:09

 

     બનાસકાંઠાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ મહિલાઓની ગેરકાયદેસર સોનોગ્રાફી અને ગર્ભપાત થતા હોવાની અનેકવાર ફરિયાદ થતી હોય છે જે અંતર્ગત રાજસ્થાનની પાલી પોલીસે પણ આજે બનાસકાંઠામા તપાસ હાથ ધરી હતી. આજે રાજસ્થાનની પાલી પોલીસની એક ટીમ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઈકબાલગઢની સત્યમ હોસ્પિટલ-પ્રસૂતિગૃહ ,ગાયનેક સર્જીકલ હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટરમાં દરોડા પાડયા હતા અને ગર્ભપાત મામલે તપાસ કરી હતી.

     આજે રાજસ્થાનની પાલી પોલીસે ઈકબાલગઢ ખાતે કાર્યરત સત્યમ હોસ્પિટલમાં દરોડા પડ્યા હતા.આ દરોડામાં કલાકો સુધી તપાસ કર્યા બાદ પાલી પોલીસની ટીમે ડો. ચિરાગ પરમારની તપાસ દરમાયન અટકાયત કરી રાજસ્થાન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન પોલીસે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપી નથી પરંતુ ગર્ભપાત મામલે ક્યાંક ડોક્ટરની સંડોવણી હોવાનું લાગતા તેની તપાસ હાથ ધરાઇ છે , રાજસ્થાન પોલીસના આકસ્મિક દરોડા, તપાસ અને ડોક્ટર સામેની કાર્યવાહીથી જિલ્લામાં અન્ય ગેરકાયદેસર સોનોગ્રાફી કરતાં ડોક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે.

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વગરના ડોકટરો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની પ્રજાને ભોળવી ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓની સારવાર કરતા હોય છે. આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જે બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક વિસ્તારોમાંથી ડીગ્રી વગરના ડોક્ટરો ઝડપી પાડયા છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા પ્રમાણમાં ડિગ્રી વગરના ડોકટરો મળી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News