રાજસ્થાનના 7 ગામોમાંથી તીડે પાકનો સફાયો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 14:38:33
  • Views : 1574
  • Modified Date : 2020-01-22 14:38:33

ગુજરાતમાં રાજસ્થાનથી તીડનું ઝૂંડ આવ્યું હતું.જ્યારે આ વખતે ગુજરાતમાંથી રાજસ્થાનમાં તીડ પ્રવેશી 7 ગામોમાં આતંક મચાવી રહ્યા છે અને ઉતર દિશા તરફ આગળ વધી રહ્યા છે.ત્યારે પાકિસ્તાનમાંથી ગુજરાતના વાવ તાલુકાના રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી ગામોમાં ચાર દિવસ રહી પાકોનો સફાયો કર્યા બાદ તીડે પાડોશી રાજ્ય રાજસ્થાનના કુકડીયા, ભોંયતરા,ખેદડીયાળી આગળ જતાં આ તીડનું ઝૂંડ બાડમેર જિલ્લાના શેડવા(ચોટાણ) તાલુકાના તડલા, ખારી, ગીડા, પનોરિયા, શામલાશી, ચિતરડી, ફાગલીયા ગામોમાં આતંક મચાવી રહ્યા છે.જોકે ગુજરાત અને રાજસ્થાન સરકાર દ્વારા તીડ દવાનો છંટકાવ કરવાની કામગીરી ચાલી છે.પરંતુ તીડનું ઝૂંડ કરોડોની સંખ્યામાં હોવા છતાં તેનો સફાયો થયો નથી.આમ તડલા ગામના ખેડૂત ગજેદાન લક્ષ્મીદાન ચારણે જણાવ્યું હતું કે અમારા ગામમાં તીડોએ પાકોને નુકશાન કરી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓમાં પણ તીડનો આતંક છવાયો છે.

Download Our B K News Today App



Related News