બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે કર્મચારીઓની રજા રદ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 11:26:48
  • Views : 2511
  • Modified Date : 2020-06-25 11:26:48

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પાંચ દિવસની વો‹નગ જાહેર કરવામાં આવી છે. જેમાં વરસાદની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. જેને લઇને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચેરીઓના તમામ અધિકારીઓને અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તેમજ જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે તાલુકામાં કોઈ જાનમાલ, જાનહાનિ કે અન્ય નુકસાન થાય તો આગોતરા પગલાં લેવા માટે પણ જણાવાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે તમામ કર્મચારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. આકાશ વાદળથી ગોરંભાયેલુ જોવા મળી રહ્યુ છે. વાતાવરણમાં વધુ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News