મહિલાને પ્રસુતિ બાદ રજા આપતા તબિયત લથડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 11:04:36
  • Views : 531
  • Modified Date : 2020-05-30 11:04:36

સરકાર દ્વારા કરોડો
રૂપિયાના ખર્ચે સરકારી દવાખાના ઉભા કરાયા છે. તેમાં હાલના સમયમાં અનેક ડોક્ટરો સહિત સ્ટાફ પણ ખડેપગે સેવા આપી રહ્યો છે. પરંતુ અમુક જવાબદારો પોતાની ફરજ અને જબવાબદારી ન સમજતા હોવાથી અનેક ગરીબ દર્દીઓ સારવાર વિના રઝળતા હોય છે.
દાંતીવાડાના ચોડુંગરી ગામે ખેત મજુરી કરતા મંગળરામ માજીરાણાના પત્નિ ચંપાબેન ગૂરૂવારે રાત્રીના સમયે પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને દાંતીવાડા પ્રા.આ. કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારના સભ્યના જણાવ્યા પ્રમાણે કેન્દ્રના નર્સએ જણાવ્યું હતું કે, ચંપાબેનને ૧૦ વાગ્યા બાદ નોર્મલ ડિલીવરી થશે.
પરંતુ આ ડિલીવરી રાત્રિના ૧૨ વાગ્યા બાદ થઈ હતી. ડિલીવરી બાદ ચંપાબેન ચાલુ બ્લિડિંગની હાલતમાં ફરજ પરની નર્સએ રજા આપી ઘરે મૂકી દીધા હતા. જ્યાં સમય જતા ચંપાબેનની તબિયત વધારે બગડતા વહેલી સવારે પતિ દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા. પરંતુ એક કલાક રાહ જોયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કોઈ સ્ટાફ ન ફરકતા આખરે ચંપાબેનને ચાલુ બિલ્ડિંગની હાલતમાં ૧૦૮ દ્વારા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
દાંતીવાડા તાલુકામાં  સરકારે લાખો રૂપિયાના અત્ય આધુનિક દવાખાનું બનાવ્યું છે. પરંતુ અહી સમય ડોક્ટર સહિત સ્ટાફ હાજર ન રહેતા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. અગાઉ પણ દર્દીઓ દ્વારા દવાખાનામાં કોઈ હજાર ના હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News