દિયોદરના રૈયા પાસે સર્જાયો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:24:57
  • Views : 463
  • Modified Date : 2019-09-22 11:27:55

દિયોદરના રૈયા ગામ નજીક પેટ્રોલપંપની આગળ રસ્તા વચ્ચે ગાય આડી આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયાની પ્રાથમિક વિગત મળી રહી છે. બનાવ મુજબ ખીમાણા દૂધ શીત કેન્દ્રમાં દૂધ જમા કરાવીને પરત ફરી રહેલ
પીકઅપ જીપ ડાલાને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલકનું મોત નિપજયું હતુ. જીપ ડાલાનો ચાલક માનપુરા ધુણસોલ ગામના મેરાજભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં જીપડાલામાં સવાર અન્ય ૩ વ્યક્તિને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત ગ્રસ્તને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે  ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News