બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, છેલ્લા 24 કલાકમાં દાંતામા ત્રણ ઇંચ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 12:30:44
  • Views : 305
  • Modified Date : 2022-07-06 12:30:44

 

જિલ્લામાં ગઈકાલ રાત્રે સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી 19.85 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હાલ તો સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.

 

હવામાન વિભાગે આપેલી આગાહી સાચી ઠરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હજુ પણ વરસાદી બેટિંગ ચાલુ છે. જેમાં ગઈકાલે દિવસ દરમિયાન અને મોડી સાંજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ હતો. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો અમીરગઢમા 10 મિમી, કાંકરેજમાં 13 મિમી, ડીસામાં 25 મિમી, થરાદમા 12 મિમી, દાંતામાં 72 મિમી, દાંતીવાડામા 16 મિમી, દિયોદરમા 10 મિમી, ધાનેરામા 04 મિમી, પાલનપુરમા 24 મિમી, ભાભરમા 08 મિમી, લાખણીમા 20 મિમી, વડગામમા 40 મિમી, વાવામાં 09 મિમી અને સુઈગામના 36 મિમી છેલ્લા 24 કલાકમા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી 19.85 ટકા વરસાદ નોંધાયો છે.


નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા
ગઈકાલ રાત્રી દરમિયાન પાલનપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદનાના કારણે સિવિલ હોસ્પિટલમાં એક વૃક્ષ ધરાશાઇ થઈ ગયું હતું. તેમજ કોલેજ રોડ ઉપર પણ એક વીજપોલ ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ભારે વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારોના માર્ગો પર નદી જેવો મહોલ સર્જાયો હતો. આમ જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતમાં ખુશીનો માહોલ બન્યો છે.

Download Our B K News Today App



Related News