તૌકતે : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 84 તાલુકામાં વરસાદ, અમદાવાદના ધોળકામાં સૌથી વધુ 1 ઈંચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 14:07:36
  • Views : 271
  • Modified Date : 2021-05-17 14:07:36

    તાઉ-તે વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 જિલ્લાના 84 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ અમદાવાદના ધોળકામાં પડ્યો છે. આ સાથે અન્ય 5 તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

    તાઉ-તે વાવાઝોડાના પગલે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનું વાતાવરણ સર્જાયું છે. રાજયમાં છેલ્લા 24 કલાક સુધીમાં 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.

ગુજરાતમાં કયા તાલુકામાં કેટલો વરસાદ?

તાલુકોવરસાદ(મિમિ)
ધોળકા27
સાયલા25
ઉમરપાડા24
ક્વાંટ22
ખેરગામ22
વઢવાણ19
પારડી19
માતર17
મહેમદાબાદ17
સીંઘવાડ16
કથલાલ13
સાણંદ12
દાહોદ12
મોરવાહડફ12
ચોટીલા12
ખેડા10
લુણાવાડા10

Download Our B K News Today App



Related News