વાવ તાલુકામાં વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 11:02:53
  • Views : 215
  • Modified Date : 2022-07-27 11:02:53

 

વાવ પંથકમા ચોમાસુ સિઝનનો કુલ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે 36 કલાકમાં 6 ઇંચ વરસાદ પડયો હતો.વાવ તાલુકાના તિર્થગામ સવપુરા ડેડાવા સહિતના ગામોના નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા છે..તીર્થગામ વિસ્તારોમાં જેવા કે 66કેવી યુજીવીસીએલ વિસ્તાર અને ગામના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં ખેડૂતો ને પણ નુકસાન ભોગવવા નો વારો આવ્યો છે અને ખેતરો બેટ માં ફેરવાયા હતા જ્યારે હાલ જોવા જઈએ તો જાનમાલને નુકસાન નથી પરંતુ હવે જો વરસાદ વધારે પડે તો નુકસાન થઈ સકે તેમ છે વરસાદના પગલે વાવ મામલતદારની ટીમ સક્રિય બની છે..વાવના રામપુરા,વાવ,તીર્થગામ સવપૂરા,ડેડાવા જેવા અનેક ગામોની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને ભરાયેલા પાણીનો નિકાલ થાય એવા પગલાં લેવામાં આવ્યા હતા.. ત્યારે બનાસકાંઠાના વાવના ડેડાવા ગામે વરસાદી પાણીના નિકાલ માટે લોકોએ રોડ તોડી નાખ્યો હતો.ડેડાવા ગામે રસ્તામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેના કારણે ગામલોકોને અનેક મુશ્કેલી પડી રહી હતી ત્યારે ગામ લોકો દ્વારા ડેડાવા બેણપ રોડ તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો..સતત પડી રહેલા વરસાદના પગલે ડેડાવા ગામમાં વધુ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ગામ લોકોએ રોડ તોડીને વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો

Download Our B K News Today App



Related News