અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-30 17:30:14
  • Views : 166
  • Modified Date : 2023-06-30 17:30:14

 અમદાવાદમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. ત્યારે બપોર બાદ એકાએક વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી.હાઈવે, સિંધુ ભવન રો઼ડ તેમજ માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા શહેરીજનોએ કંઈક અંશે બફારાથી રાહત મેળવી હતી.રાજ્યાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી 5 જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ 2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે. તેમજ 11 થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને 18 થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.

 

Download Our B K News Today App



Related News