બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:08:59
  • Views : 1981
  • Modified Date : 2022-07-24 13:08:59

 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે રાત્રે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેઠી કરી હતી જેમાં છેલ્લા 24 કલાક માં સરહદી વિસ્તાર એવા સુઈગામ માં સાડા સાત ઇંચ જ્યારે ભાભર અને થરાદમાં સાડા પાંચ ઇંચ જેટલો  વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી

 

- બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

 

- હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ

 

- ભારે વરસાદના કારણે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

 

- ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા

 

- બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

 

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ભારે વરસાદના કારણે વીજળી બંધ થઈ જતા અંધારપટ છવાયો હતો સરહદી સુઈ ગામમાં ગાજબીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થાક્યો છે જેના કારણે ભાભરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ભાભર પંથકમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તો આ તરફ ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદના કારણે દાંતીવાડા અને પાંથાવાડા ની બજારોમાં પાણી ભરાયા હતા જેના કારણે અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આજે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને પાંથાવાડામાં વરસાદી માહોલ જામતા સ્થાનિક લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પડેલા ભારે વરસાદના કારણે વાજપુરા સહિતના આજુબાજુના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખેતરોમાં એક થી દોઢ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું હતું તો આ તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ અનેક સરકારી ઓફિસોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ફેરવાયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ જિલ્લાના સરહદી વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી સૌથી વધુ જરૂરિયાત હતી તેવા સમયે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા

 

છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા આ વર્ષે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી રહી છે ત્યારે ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સન્માન ત્રણેય જળાશયો પાણી વગર કોરા ધાકોર પડ્યા હતા. ત્યારે આ વર્ષે બનાસ નદીમાં નવા નીર આવે તેવી ભગવાન પાસે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે નદીમાં પાણીની આવક વધતા દાંતીવાડા ડેમમાં પણ પાણી ની આવવાની આશા ખેડૂતોને બંધાઈ છે વરસાદની અછત વચ્ચે બનાસ નદીમાં નવા નિર આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ બનાસ નદી બે કાંઠે વહેતી થતા લોકો પણ બનાસ નદીને જોવા માટે ઉમટી પડ્યા હતા અને બનાસ નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મારી આવતા સ્થાનિક લોકો પણ નવા નીરને વધાવી લીધા હતા અને હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને નદી બંને કાંઠે વહેતી થાય અને દાંતીવાડા પાણીથી ભરાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

 

- બનાસકાંઠા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

 

બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે હવામાન વિભાગ દ્વારા 20 થી 25 તારીખ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જે મુજબ ગત સાંજથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદે શરૂઆત કરી હતી અને મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં અમીરગઢ 19 મિમી, કાંકરેજ 31 મિમી, ડીસા 26 મિમી,  થરાદ 130 મિમી, દાંતા 16 મિમી, દાંતીવાડા 34 મિમી, દિયોદર 78 મિમી, ધાનેરા 22 મિમી, પાલનપુર 72 મિમી, ભાભર 128 મિમી, લાખણી 67 મિમી, વડગામ 52 મિમી, વાવ 86 મિમી, સુઇગામ 169 મિમી જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહીના અંતિમ દિવસોમાં ધોધમાર વરસાદ થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ખાસ કરીને ભાભર, થરાદ,  દિયોદર અને સુઇગામ માં ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. અનેક ગામડાઓ માં ખેતરો પણ ભારે વરસાદના પગલે બેટમાં ફેરવાઈ ગયા હતા જોકે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો સહિત શહેરીજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

 

 

Download Our B K News Today App



Related News