ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 11:32:15
  • Views : 194
  • Modified Date : 2022-06-15 11:32:15


ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી


 


ડીસા તાલુકાના વિઠોદર અને જાવલ ગામમાં બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું સિઝનનો પ્રથમ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.


 


ડીસા તાલુકામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે સતત ભારે ઉકળાટ બાદ આજે ડીસા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું જેથી ગ્રામીણ વિસ્તારના લોકોએ લાંબા સમય બાદ ઠંડક અનુભવી હતી આજે બપોરના સમયે બાદ ડીસા તાલુકાના વિઠોદર જાવલ સહિત અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું આજે શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો ગત વર્ષે નહિવત વરસાદ ના કારણે ડીસા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી જેના કારણે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી હતી પાણી વગર દિવસેને દિવસે બોરના તળ ઊંડા જઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ડીસા તાલુકામાં સારો વરસાદ થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે આજે ડીસા તાલુકાના મોટાભાગના ગામમાં સારા વરસાદથી ખેડૂતોએ ઠંડક પણ અનુભવી હતી. તો બીજી તરફ વરસાદના કારણે ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર પાણી ભરાયા હતા જેના કારણે ગામમાંથી પસાર થતા વાહનચાલકો અને ખેડૂતોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી આટલા નજીવા વરસાદમાં ગામમાં પ્રવેશવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ત્યારે હજુ વધારે વરસાદ પડે તો વિઠોદર અને જાવલ ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે ત્યારે તાત્કાલિક ધોરણે વધુ વરસાદ પડે તે પહેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.


Download Our B K News Today App



Related News