ભાવનગરમાં વરસાદે સર્જી હાલાકી, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-23 16:09:05
  • Views : 117
  • Modified Date : 2023-07-23 16:09:05

ભાવનગરમાં  મોડી રાતથી વરસાદ વરસી રહ્યો હતો. ભાવનગર શહેરમાં વરસાદે હાલાકી સર્જી છે. શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. શહેરના કાળીયાબીડ, લીલા સર્કલ અને કુંભારવાડા સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં 15 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો. ઉમરાળા, ધારુકા, પીપળી, ઈંગોરાળા, દેડકડી, ખીજડિયા, કાપરડી, ભોજાવદર અને ચભાડીયા સહિતના ગામડાઓમાં પાણી ભરાયા હતા. રંધોળી નદીમાં ઘોડાપૂર આવતા નજીકના ગ્રામજનો હેરાન થયા હતા.

Download Our B K News Today App



Related News