ભીલડી પંથકમાં વરસાદનું આગમન થયું હતું જેના કારણે ઠંડક પ્રસરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 16:35:04
  • Views : 356
  • Modified Date : 2022-09-02 16:35:04


બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાયો છે..જિલ્લામાં ધમાકેદાર વરસાદ થતાં અનેક તાલુકાઓમાં તળાવો ઓવર ફ્લો થયા હતા જેના કારણે પાણીના તળ ઊંચા આવ્યા હતા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમ પણ છલકાયો હતો અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા બનાસ નદી પણ ફરીથી સજીવન થઈ ઊઠી હતી ત્યારે હમણાં થોડાક દિવસથી વરસાદે બ્રેક લીધો હતો પરંતુ બે દિવસના ભારે બફારા બાદ આજે ભીલડી પંથકમાં વરસાદનું આગમન થયું હતું જેના કારણે ઠંડક પ્રસરી હતી..પૂર જેવી પરિસ્થિતિ બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજીબાજુ ફરીથી વરસાદ થતાં ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી ઉઠી હતી..

Download Our B K News Today App



Related News