સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 15:38:50
  • Views : 123
  • Modified Date : 2023-07-14 15:38:50

 અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે. જેના કારણે નાળ ગામમાં વરસાદને લઈ સ્થાનિક નદીમા પૂર આવ્યું છે. બરડી ગામમાં વરસાદને લઈને મધ્યમાંથી પસાર થતી નેવડી નદીમાં પૂર આવ્યુ છે. લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતાં ખારો નદીમા પૂર આવ્યું છે.ગઇકાલે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદી ઝાપટાથી શેરીઓમાં પાણી ભરાયા છે. તો લુવારા ગામ નીકળતી સુરજવડી નદીમા પણ પૂર આવ્યું છે.

Download Our B K News Today App



Related News