દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 15:36:48
  • Views : 101
  • Modified Date : 2023-06-26 15:36:48

ચોમાસાના આગમન બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા, મોટીખોખરીમાં વરસાદ પડયો છે. શહેરના સોની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જોધપુરગેટ, નગરગેટ, લુહાર શાળ, મોચી શાળામાં પાણી ભરાયા છે. ચોમાસાની શરુઆતના વરસાદમાં જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News