રેઈનકોટ ચણિયાચોળી તૈયાર રાખજો, હવામાન વિભાગે વરસાદની કરી નિરાશાજનક આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 16:49:45
  • Views : 518
  • Modified Date : 2019-09-27 16:49:45

યુવાધનનું હૈયું હાલ ગરબા રમવા માટે થનગની રહ્યું છે. છોકરીઓ નીત નવી ચણિયાચોળી ખરીદીને તૈયાર બેઠી છે. તો છોકરાઓ પણ ગરબામાં રોલો પાડી દેવા માટે અવનવા સ્ટેપ શીખી રહ્યા છે. ત્યારે આ વખતે મેઘરાજા પણ નવરાત્રીમાં તમારો સાથે આપશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસમાં વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગે જણાવ્યું કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યભરમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે.તો અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે તેવી પણ આગાહી છે. 1 ઓક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. તો 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી વધુ વરસાદ રહેશે. તો હવામાન વિભાગની આગાહીને પગલે ગરબા આયોજકોમાં ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે. તો સૌથી વધુ કફોડી હાલત જગતનાં તાતની છે. લીલા દુષ્કાળને કારણે તેઓના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 204 તાલુકમાં વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો 148.10 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 129.62 ટકા વરસાદ ખાબક્યો છે. દ.ગુજરાતમાં અત્યાર સુધી 129.43 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 99.40 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ 120.85 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 129.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Download Our B K News Today App



Related News