અમદાવાદના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 15:29:49
  • Views : 108
  • Modified Date : 2023-06-29 15:29:49

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતુ. જે પછી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મેઘાણીનગર, નરોડા, પાલડી, આશ્રમ રોડ, વરફ્રન્ટ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો મદાવાદ પશ્ચિમમાં પણ ગોતા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર રસાદ ખાબક્યો છે.વરસાદ વરસતા અમદાવાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નરોડા, મેઘાણીનગર, અસારવા સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઇ ગયા છે. તો કેટલાક વાહનો બંધ પડી ગયા છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી સર્જાઈ રહી છે.વરસાદના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેલા લાગી છે. બસોના ટાયરના ઉપર સુધી પાણી ભરાઇ ગયુ છે.

Download Our B K News Today App



Related News