મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-19 16:45:47
  • Views : 117
  • Modified Date : 2023-07-19 16:45:47

મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બગદાણા, કાળેલા, બોરડી, કોજળી, ઉમણીયાવદર, રૂપાવટી, કુંભણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મહુવાના કોજળી ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. તો ગામમાં નદી કિનારે આવેલી સ્કૂલમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.આ ઉપરાંત ભારે વરસાદના કારણે મહુવાથી તરેડ જતા રોડ પર આવેલ કોઝવે પર ઘૂંટણસમા પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. કોજળી ગામ જવાના રોડ પર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તો પાણીના પ્રવાહમાં એક બળદ પણ તણાયાની ઘટના સામે આવી હતી.

Download Our B K News Today App



Related News