ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની પાણીની સપાટીમાં સતત વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 18:18:19
  • Views : 631
  • Modified Date : 2019-07-21 18:18:19

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમમાં વરસાદ પાણીની આવક ચાલુ થઇ છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યપ્રદેશના ઉપરવાસ માંથી પાણી આવક વધતા ડેમ સપાટીમાં સતત પાણીની આવક વધી રહી છે. છેલ્લા 12 કલાક દરમ્યાન જ સરદાર સરોવર ડેમની સપાટીમાં 21 સેમીનો વધારો નોંધાયો છે.

આજે બપોરે નર્મદા ડેમની સપાટી 121.47 મીટરને પારખી ગઈ હતી. ગઈ કાલે રાત્રે ઉપરવાસ માંથી 32,910 ક્યુસેક પાણીની આવક હતી અને હાલ 44,992 કયુસેક પાણીની આવક થઈ છે.

હાલ મધ્યપ્રદેસ અને ગુજરાત વચ્ચે ચાલી રહેલા પાણી વિતરણના વિભાગ વચ્ચે નર્મદા ડેમની પાણીની સપાટીમાં મહત્વપૂર્ણ આવક થતા આ બાબત બંન્ને રાજ્યોના નાગરિકોના હિતનું રક્ષણ કરશે.

ગુજરાત સરકાર દ્વારા અત્યારે વિવિધ વિસ્તારોમાં સિંચાઈ માટે 9,258 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ખેડૂતોએ વાવેલા વિવિધ પાકને નવજીવન મળ્યું છે.

આજની તારીખે સરદાર સરોવર ડેમ માં 1,340 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે .બીજી બાજુ સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. જો ભારે વરસાદ પડે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક સતત ચાલુ રહે તો નર્મદા ડેમની સપાટી સતત વધતી રહેશે.

Download Our B K News Today App



Related News