દિયોદરમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ, સંતવાણી કાર્યક્રમમાં 200-500ની નોટો વરસાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-16 16:02:51
  • Views : 91
  • Modified Date : 2023-10-16 16:02:51

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ વરસતો જોવા મળ્યો હતો. દિયોદરના ભેંસાણમાં ગૌશાળામાં શ્રદ્ધા સુમન નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવાયત ખાવડ પર રુપિયાનો વરસાદ થયો હતો. સંતવાણી કાર્યક્રમમાં લોકસાહિત્યકાર પર ફરી એકવાર પૈસાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. દેવાયત ખવડના ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ આ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને લવિંગજી ઠાકોર પણ સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં જ લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. રુપિયા 200 અને રુપિયા 500 ની નોટોને સ્ટીલના વાસણોમાં ભરી ભરીને ખાવડ પર વરસાવવવામા આવી હતી.

Download Our B K News Today App



Related News