મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-24 14:45:52
  • Views : 101
  • Modified Date : 2023-06-24 14:45:52

 અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ વાદળછાયુ રહ્યુ છે. આ દરમિયાન મોડાસા શહેર અને મોડાસા શહેરની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારના અરસા દરમિયાન વિસ્તારમાં કેટલાક સ્થળોએ વરસાદના અહેવાલ સામે આવ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં વાતાવારણ વાદળોથી ઘેરાયેલુ રહ્યુ છે. સવારથી જ ઉકળાટ ભર્યો માહોલ અનુભવાઈ રહ્યો હતો. આ દરમિયાન જ હવે મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.સાબરકાંઠા જિલ્લામાં પણ વાત કરવામાં આવેતો સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલુ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યુ છે. શનિવારની સવાર વાદળછાયા વાતાવરણ વાળી રહી હતી. સાબરકાંઠામાં પણ આજે વરસાદ વરસે તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.મોડાસા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા સવારના અરસા દરમિયાન વરસ્યા હતા. મોડાસા શહેરના આસપાસના વિસ્તાર સબલપુર અને લાલપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારના દરમિયાન ક્યાંક હળવા તો ક્યાંક હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા અને જેને લઈ રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બિપરજોય વાવાઝોડા દરમિયાન તેની અસર અરવલ્લીમાં જોવા મળી હતી. તેટલાક વિસ્તારોમાં અડધથી એક ઈંચ જેટલો વરસાદ જેતે સમયે નોંધાયો હતો. જોકે ત્યાર બાદ હવે ફરી વરસાદી વાતાવરણ સર્જાયુ છે.ગુજરાતમાં મોડી રાત્રી અને વહેલી સવારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં અરવલ્લી જિલ્લાની નજીકમાં આવેલા ખેડા જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ડાકોર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ વહેલી સવારે ડાકોર મંદીરની બહારના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉકળાટથી રાહત મળતા ઠંડક ભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ.આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં સવારે એક-એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે બે કલાકના અરસા દરમિયાન જ આ વરસાદ નોંધાયો હતો. આણંદના ચિખોદરા અને બાકરોલ તેમજ વઘાસી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

Download Our B K News Today App



Related News