અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 15:21:00
  • Views : 114
  • Modified Date : 2023-11-26 15:21:00

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયુ છે, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. વરસાદના કારણે સવારમાં ઢળતી સાંજ જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી.અમદાવાદ શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા છે અને કાલા ડિભાંગ વાદળો પણ છવાયેલા છે. શહેરમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના શાહીબાગ, મણિનગર, આશ્રમ રોડ સહિતના અનેક વિસ્તારોમા વરસાદ પડ્યો છે. લોકો સવારમાં ઠંડીના કારણે જેકેટ લઈને નિકળ્યા હતા પણ હવે રેઈનકોર્ટ પણ સાથે રાખવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News