રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ, હજુ ચાર દિવસ બોલાવશે ધડબડાટી, આ જિલ્લાઓમાં અતિભારેની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-06 10:51:42
  • Views : 287
  • Modified Date : 2022-08-06 10:51:42


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ, હજુ ચાર દિવસ બોલાવશે ધડબડાટી, આ જિલ્લાઓમાં અતિભારેની આગાહી


આજથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના. જેને લઇ આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7  અને 8 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. આ સાથે હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પાડ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પડયો હતો. આ સાથે ધ્રાંગધ્રામાં સવા 4 ઈંચ, બોટાદમાં પોણા 4 ઈંચ, ઉનામાં 3.5 ઈંચ, ગઢડામાં 3.5 ઈંચ વરસાદ, મહુધામાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ વરસાદ, લિંબડીમાં 2.5 ઈંચ, જોટાણામાં 2.5 ઈંચ વરસાદ, માતરમાં 2.5 ઈંચ, માંડલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ સુરતમાં સવા 2 ઈંચ, ગીર ગઢડામાં સવા 2 ઈંચ વરસાદ અને સુબિરમાં સવા 2 ઈંચ, બેચરાજીમાં સવા 2 ઈંચ વરસાદ પાડ્યો હતો. 


 


Download Our B K News Today App



Related News