વરસાદની આગાહી:મોસમ વિભાગે દિલ્હી-NCRમાં યલો અલર્ટ આપ્યું; ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:53:57
  • Views : 323
  • Modified Date : 2021-07-27 11:53:57

     ભારતીય મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મોસમ વિભાગે 29 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું અનમાન કર્યું છે. મોસમ વિભાગે મંગળવાર અને બુધવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય મોસમ વિભાગે દિલ્હી-NCR માટે સોમવારની જેમ જ આજે પણ યલો અલર્ટ જાહેર કરી છે.

     મોસમ વિભાગે આ મોન્સૂન સીઝનમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. વિભાગની ભવિષ્યવાણી સોમવારે ખોટી સાબિત થઈ હતી. જોકે મંગળવારે સવારે થયેલા ભારે વરસાદે આગાહીને યોગ્ય સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે સોમવારની જેમ વરસાદ માટે વિભાગે મંગળવારે પણ યલો અલર્ટ જાહેર કર્યું છે. એની સાથે જ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફુંકાવાનું અનુમાન છે. આ કારણે અધિકતમ તાપમાન 30 ડીગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડીગ્રીની વચ્ચે રહેશે.ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તલીયે ગામમાં 22 જુલાઈએ સાંજે 5 વાગ્યે લેન્ડસ્લાઈડમાં 45 ઘર ધરાશાયી થયાં હતાં. આ દુર્ઘટનમાં લગભગ 90 લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા, જેમાંથી 53ના શબને સોમવારે સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. 32 જેટલા શબ હજી પણ કાટમાળમાં છે. તેમાં ઘણાં બાળકો અને મહિલાઓ સામેલ છે. કાટમાળને હટાવવા માટે NDRF, SDRF અને TDRFની ટીમ સતત કામ કરી રહી છે.
     રાજ્યમાં સોમવારે જોરદાર વરસાદ થયો હતો. ઝાલાવાડના ગાગરીનમાં 9.8 ઈંચ વરસાદ થયો, જ્યારે મારવાડ જંક્શનમાં 8.1 ઈંચ વરસાદ થયો. આ સિવાય બાંસવાડા, પ્રતાપગઢ, ભીલવાડા, સિરોહી, ચિતૌડ, ડુંગરપુર, ઉદયપુર, રાજસમંદ સહિત 14થી વધુ જગ્યાએ 7 ઈંચ વરસાદ નોંધાયો. જયપુરમાં 45 મિનિટમાં લગભગ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે ઝાલાવાડમાં કાલીસિંધ બંધના 3 ગેટ ખોલીને 7 મીટર પાણી છોડવામાં આવ્યું.બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અટક્યા વગર સીધી જ મધ્યપ્રદેશમાં સક્રિય થઈ છે. આ કારણે સતત ત્રણ દિવસથી રાજ્યમાં મન મૂકીને વરસાદ થઈ રહ્યો છે.
ઓરેન્જ અલર્ટઃ મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ચંબલ સાથે જ રાજગઢ, આગર, નીમચ, મંદસોર અને ટીકમગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અહીં વીજળી પડવાનું પણ અલર્ટ છે.

     બિહારને જુલાઈ મહિનામાં મોન્સૂને નિરાશ કર્યું છે. 26 દિવસમાં 33 ટકા ઓછો વરસાદ થયો છે. જુલાઈમાં કુલ 195.9 MM વરસાદ થયો, જ્યારે જૂન મહિનામાં 354.3 MM વરસાદ થયો છે. મોસમ વિભાગે 26 જુલાઈથી ઉતર બિહારના પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, અરરિયા, મધેપુરા, સુપૈલ, સહરસા, ખગડિયા અને બેગુસરાયમાં મોટા ભાગની જગ્યાએ ભારે વરસાદની સંભાવતા વ્યક્ત કરી છે.


Download Our B K News Today App



Related News