આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-16 13:45:56
  • Views : 106
  • Modified Date : 2023-07-16 13:45:56

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી છે. તેના હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.તો 16 જુલાઈ પછી અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 16,17,18 અને 19 જુલાઈના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભરુચ, ગાંધીનગર, જુનાગઢ,ખેડા, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી,રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ ભાવનગર, જામનગર, કચ્છ, પાટણ, પોરબંદર જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News