ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, પાંચ દિવસમાં આ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે થશે માવઠું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-29 17:25:45
  • Views : 123
  • Modified Date : 2023-11-29 17:25:45

ગુજરાતમાં માવઠાનો માર હજુ માંડ શાંત થયો છે, ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં મેઘ મહેર થવાની આગાહી કરી છે.વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ડાંગ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસશે.સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 5 દિવસ સુધી આ જ પ્રકારે ઠંડીનો ચમકારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.મહત્તમ અને લઘુત્તમ તાપમાન હાલ નીચું નોંધાયાંની પણ હવામાન વિભાગે માહિતી આપી છે. ઠંડીનો ચમકારો વધવાની પણ જાણકારી આપી છે.

Download Our B K News Today App



Related News