ગુજરાતમાં ઠેર ઠેર વરસાદઃ કેરીના પાકને નુકશાનની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-19 10:35:56
  • Views : 259
  • Modified Date : 2023-04-19 10:35:56

સુરતનાં માંગરોળ અને લિંબાયતમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારનાં વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો હતો. બંને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. ભરઉનાળે વરસાદી માહોલને લઈ ખેડૂતોનીં ચિંતા વધી છે. વાંકલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદને કારણે પાકમાં મોટા પાયે નુકશાનનીં ભીંતી સેવાઈ રહી છે. 

વલસાડ જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભર ઉનાળે વલસાડ જીલ્લામાં વરસાદી માહોલ થતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ખેડૂતોને કેરીનાં પાકને નુકશાનનો ડર લાગી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. 

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માથેથી આફત ઓછુ થવાનું નામ નથી લઇ રહી. આખા માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાનો માર સહન કર્યા બાદ પણ હજુ કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વરસાદમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ચિંતા છે.

ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરત અને વલસાડમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ વલસાડ, સુરત, નર્મદા, ડાંગ સાથે છોટા ઉદેપુરમાં પણ વરસાદ છે.

સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો. જે પછી શહેરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરાછા અને લીંબાયત વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો બફારાનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે.

બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેરના આજુ બાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભર ઉનાળે વલસાડમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. જો કે વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. વલસાડના ગુંદલાવ,ઘડોઈ, ગોરવાળા પાલણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News