રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:33:58
  • Views : 98
  • Modified Date : 2023-07-02 15:33:58

ચોમાસાના પ્રારંભથી જ રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. રાજકોટના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા છે. જ્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં ભારે નુકસાન થયુ છે.તો આ બાજુ ભારે વરસાદના પગલે જૂનાગઢમાં કોઝવે ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબક્તા સાબલી અને ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે કોઝવે ધરાશાયી થયો છે.

Download Our B K News Today App



Related News