અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે યુઝર ચાર્જના નામે પેસેન્જર પાસેથી ૧૦ રૂ.થી લઈ ૫૦રૂ. સુધીનો ચાર્જ વસૂલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:17:18
  • Views : 290
  • Modified Date : 2020-12-10 11:17:18

કોરોના મહામારી દરમિયાન રેલવેતંત્ર દ્વારા અમદાવાદ સહિત દેશભરમાં હજુ સુધી તમામ ટ્રેનો શરૂ કરાઈ નથી. રેલવે સાબરમતી, અમદાવાદ, સુરત સહિત દેશનાં ૧૦૦થી વધુ સ્ટેશનો પર રીડેવલપમેન્ટના નામે પેસેન્જરો પર યુઝર ચાર્જ નાખવાની તૈયારી કરી રહ્યું છે. અલગ અલગ શ્રેણીના આધારે પેસેન્જરો પાસેથી ૧૦ રૂ.થી લઈ ૫૦રૂ. સુધીનો ચાર્જ વસૂલશે એવી શક્યતા છે. હાલમાં દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં પણ રેલવે રેગ્યુલર ભાડા કરતાં વધુ ભાડું વસૂલી રહ્યું છે. હવે રેલવેએ પેસેન્જરો પર વધુ એક આર્થિક બોજ નાખવાની તૈયારી કરી છે.

રેલવે સ્ટેશન પર આવતા પેસેન્જરોને વધુમાં વધુ સુવિધા મળી રહે એ માટે તંત્ર દ્વારા 100થી વધુ સ્ટેશનોને રીડેવલપ કરવામાં આવી રહ્યા છે. આ તમામ સ્ટેશનો રીડેવલપ કરવા માટે ખાનગી કંપનીઓને આકર્ષવા અને તેમને આર્થિક લાભ પહોંચાડવાના ઉદ્દેશ સાથે રેલવે દ્વારા આવાં સ્ટેશનો પર ટિકિટ બુકિંગ દરમિયાન પેસેન્જરો પાસેથી યુઝર ચાર્જ વસૂલ કરવાની વિચારણા શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ વિશે સત્તાવાર જાહેરાતની શક્યતા છે. હાલમાં રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે, જેમાં અલગ અલગ ક્લાસ મુજબ પેસેન્જરો પાસેથી ચાર્જ વસૂલ કરાશે. જોકે સૌથી વધુ ચાર્જ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના પેસેન્જરો પાસેથી વસૂલાશે.

Download Our B K News Today App



Related News