દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયો, અનેક ટ્રેનો રદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:21:41
  • Views : 122
  • Modified Date : 2023-07-02 15:21:41

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જીલ્લાઓમાં પાણી ભરાયા છે. તો નદીઓમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ત્યારે અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ થયું છે. જેના કારણે લીલીયા નજીક પસાર થતી તમામ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેન પણ બંધ કરાઈ છે.ભારે વરસાદથી કેટલાક સ્થળે રોડ પણ ધોવાયા હતા જેના કારણે એસટી વિભાગને પણ અસર થઈ હતી અને કેટલાક રૂટો રદ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને લઈને જુનાગઢની 100 થી વધારે ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે જામનગરમાં 5 થી વધુ બસના રુટ રદ કરાયા હતા.

Download Our B K News Today App



Related News