રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 15:40:45
  • Views : 668
  • Modified Date : 2019-10-10 15:40:45

પાલનપુરમાં ગુરુનાનક રેલવેઓવર બ્રિજને ઊંચો કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરાનાર છે. જેને લઈ રેલવે ઓવર બ્રિજની એક સાઈડ દિવાળી આસપાસ બંધ કરાશે. પુલ નીચેથી હવે નિયમિત ડબલ ડેકર ટ્રેન નીકળનાર હોઇ પુલ 80 સે.મી. ઊંચો કરવામાં આવશે. જોકે સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે તેવામાં રેલવે અધિકારીઓએ જે વૈકલ્પિક રસ્તાઓ સૂચવ્યા છે તેનું મરામત કાર્ય ઝડપથી કરવા કલેકટરે સૂચના આપી છે.પાલનપુર શહેરની મુખ્ય લાઈફલાઈન એવા ગુરુનાનક રેલવે ઓવરબ્રિજને દિવાળી બાદ એક બાજુથી બંધ કરવામાં આવશે.જેથી શહેરના ટ્રાફિકને અસર થશે.આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે પુલના નિર્માણથી દર્દીઓને લઈ જતા વાહનો માટે તંત્રે વૈકલ્પિક રસ્તાઓ મામલે ગંભીરતાથી હમણાંજ વિચારવું જોઈએ.બ્રિજ મામલે આજે બેઠક પાલનપુર શહેરના મહત્વના બ્રિજના એક તરફ રસ્તાને બંધ કર્યા બાદ સર્જનારી પરિસ્થિતિ અંગે શુ નિરાકરણ આવી શકે તેને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના અને રેલવેના અધિકારીઓ હાજર રહી યોગ્ય ઉકેલ શોધશે.વૈક્લપિક રસ્તાઓ પછી જ કામ શરૂ કરાશે. બીજી તરફ જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતુંકે રેલવે દ્વારા બ્રિજના નિર્માણની દરખાસ્ત હજુ સ્વીકારી નથી. કામ દિવાળી બાદ શરૂ કરીશું. અને આ મામલામાં સંબંધિત વિભાગોને શહેરમાં પર્વેશદ્વારના તમામ વૈક્લપિક રસ્તાઓ સુધાર કરવા સૂચનાઓ આપવામાં આવી છે. "તો બીજી તરફ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની તમામ બાબતોનો વિચાર કરીને એક તરફનો બ્રિજ દિવાળી બાદ જો સરકાર મંજૂરી આપશે તો બંધ કરી કામ હાથ ધરીશું. "

Download Our B K News Today App



Related News