પેટ્રોલ-ડીઝલના ભાવ પર રાહુલે મોદી સરકાર પર કર્યો આવો કટાક્ષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 15:18:11
  • Views : 251
  • Modified Date : 2021-03-28 15:18:11

    રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે ચૂંટણીને કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17-18 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને ભાજપની ઈંધણ લૂંટ ગણાવતા રાહુલે લોકોને પૂછ્યું કે બચતના પૈસાનું તમે શું કરશો ?શિવસેનાએ પણ એવો આક્ષેપ કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી.. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નજીવો ઘટાડો કર્યો છે. જેથી કરીને તેને ચૂંટણીમાં નુકશાન વેઠવું ન પડે. 

    વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે આ બન્નેએ તમિલનાડુના સીએમ પલાનીસામીને પોતાના ચરણસ્પર્શ કરવા મજબૂર કર્યાં છે. તમિલનાડુના સીએમ પીએમ મોદી-અમિત શાહના ચરણોમાં ઝૂકી પડેલા જોઈને અસહ્ય આઘાત લાગ્યો. ચેન્નઈમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિને અમિત શાહના પગમાં પડતી તસવીર મેં જોઈ છે. ભાજપમાં ફક્ત એક જ સંબંધ છે કે  તમારે ભાજપ નેતાના ચરણસ્પર્શ કરવા પડશે અથવા મોદી કે શાહ આગળ ઝૂકી જવું પડશે. રાહુલે કહ્યું કે મહાન ભાષા અને પરંપરા ધરાવતા તમિલનાડુ જેવા રાજ્યના સીએમ ચરણસ્પર્શ કરે અને વડાપ્રધાન મોદી તથા અમિત શાહ આગળ ઝૂકી જાય તે મારાથી જોઈ શકાતું નથી. 

    રાહુલે ઉમેર્યું કે નેતાઓ આવા લોકોની સામે ઝૂકી પડે છે તે જોઈને મને ગુસ્સો આવે છે અને એટલે જ હું અહીં આવ્યો છું. હું તમિલ લોકો સાથે સંબંધ રાખવા માગું છું. પરંતુ એક ફર્ક છે. જો હું કહું કે તમિલનાડુ ઈન્ડીયામાં છે તો મારે એ પણ સ્વીકારવું પડશે કે ભારત તમિલનાડુ છે. મારા માટે કોઈને સામે ઝૂકી જનાર તમિલનાડુ ભારત નથી, તે કંઈક અલગ જ છે. 

 

 

Download Our B K News Today App



Related News