રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો છોટાઉદેપુરના બોડેલીથી પ્રારંભ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-09 11:36:24
  • Views : 68
  • Modified Date : 2024-03-09 11:36:24

રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજા દિવસ છે. છોટાઉદેપુરના બોડેલીથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. અલીપુરા-બોડેલી સર્કલથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર જોડાયા છે.રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના અલગ અલગ સ્થળેથી પસાર થઇ રહી છે. નસવાડી અને કેવડીયામાં રાહુલની ન્યાય યાત્રાનું સ્વાગત થશે. રાજપીપળામાં સંતોષ ચોકડીથી કાલાઘોડા સુધી રાહુલનો રોડ-શો કરશે. ઝંખવાવ, માંગરોળથી માલદા ફાંટા સુધી ન્યાય યાત્રા ચાલશે.બીજી તરફ ભરૂચ લોકસભાના નેત્રંગમાં AAP-કોંગ્રેસની સંયુક્ત સભા યોજાવાની છે. રાહુલ ગાંધી ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સાથે સ્ટેજ પર જોવા મળશે.લોકસભા ચૂંટણી પહેલા આ AAP-કોંગ્રેસની સંયુક્ત સભા મહત્વની બની રહેશે.ગઇકલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પેપર લીક અંગે મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંઘીએ કહ્યું હતુ કે, મોટા ભાગની પરીક્ષાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને પેપર લીક થઈ રહ્યા છે. આ પેપર રુપિયાવાળાના દીકરાઓ લિક કરી રહ્યા છે.આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ચેકિંગ અને પેપરનું આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે એની ગેરંટી અમે આપીએ છીએ. તો ન્યાય યાત્રા ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય પાસેથી પસાર થતા પીએમ મોદીના અને ભારત માતાકી જયના નારા લાગ્યા હતા.

Download Our B K News Today App



Related News