રાહુલના આકરા પ્રહાર: મારી સામે લખનારા પત્રકારોની ધરપકડ થાય તો મીડિયામાં સ્ટાફની અછત સર્જાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 17:40:21
  • Views : 1204
  • Modified Date : 2019-06-11 17:41:39

ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનાર પત્રકારની ધરપકડ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે કે, જો મારી સામે લખનારા પત્રકારો પર પણ સરકાર આવી જ કાર્યવાહી કરે તો મીડિયા હાઉસમાં સ્ટાફની અછત સર્જાય જશે.વ્યંગ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતુ કે, મારી સામે બોગસ આરોપો મુકીને, RSS તેમજ BJPના એજન્ડા ચલાવનારા પત્રકારોને પણ જેલમાં ધકેલી દેવાય તો અખબારો અને ચેનલોમાં પત્રકારોની અછત થઈ જશે. યુપીના મુખ્યમંત્રીનુ વલણ મૂર્ખામીભર્યુ છે. પકડાયેલા પત્રકારને તરત જ છોડી દેવો જોઈએ.


Download Our B K News Today App



Related News