રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-10 17:45:21
  • Views : 83
  • Modified Date : 2024-07-10 17:45:21

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCI એ 125 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામની રકમને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના 42 સભ્યો વચ્ચે વહેંચવામાં આવશે. જે મુજબ ભારતીય ટીમના એટલે કે વિશ્વ કપ સ્ક્વોડના તમામ 15 ખેલાડીઓને 5-5 કરોડ રુપિયા મળશે. જ્યારે કોચિંગ અને અન્ય સ્ટાફને અઢી-અઢી કરોડ રુપિયાની રકમ મળશે.જોકે આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડે મોટો નિર્ણય લઈને સૌનું દિલ જીતી લીધું છે. દ્રવિડે પોતાને ઈનામમાં મળેલી અડધો અડધ રકમને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે રાહુલ પૂરા પાંચ કરોડનું ઈનામ નહીં લે પરંતુ, અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં મેળવશે. રિપોર્ટ્સ મુજબ રાહુલ ટીમના અન્ય કોચિંગ સ્ટાફની જેમ જ ઈનામની રકમ લેવા ઈચ્છે છે. આ માટે જ તેણે અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં લેવા માટેનો નિર્ણય કરશે. એટલે કે તે હવે બાકીના કોચિંગ સ્ટાફની જેમ 2.5 કરોડ રૂપિયા લેશે.આ પહેલા પણ રાહુલ દ્રવિડે અંડર-19 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનવા દરમિયાન આવો જ નિર્ણય કર્યો હતો. વર્ષ 2018માં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સફળતાને લઈ BCCIએ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા ઈનામ આપ્યું હતુ.જ્યારે રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20-20 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ દ્રવિડે 50 લાખ રૂપિયા લેવાની ના પાડી દીધી હતી. આ પછી BCCIએ રાહુલ દ્રવિડ સહિત સપોર્ટ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપ્યા હતા.ભારતીય ટીમના કોચ પદે રાહુલ દ્રવિડને 2021માં પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર હતા અને અંડર-19 ટીમને કોચ પણ હતા. કોચની જવાબદારી સંભાળતા રાહુલ દ્રવિડના સમયમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે.ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ODI વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી રમી અને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ICC ટ્રોફીની તરસ પણ છીપાવી.

Download Our B K News Today App



Related News