પાલનપુરમાં જાહેરમાં ગંદકી કરનારા ૨૭ રહિશોને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:19:49
  • Views : 486
  • Modified Date : 2019-11-19 12:19:49

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના નંદ બંગ્લોજમાં રહેતા ૨૭ રહિશોને જાહેરમાં ગંદકી કરવાના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે જાહેરમાં ગંદકી કરતા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે.
પાલનપુરમાં ગંદા
પાણીના નિકાલ માટે
નગરપાલિકા દ્વારા ભૂર્ગભ ગટરો બનાવવામાં આવી છે. પરંતુ કેટલીક સોસાયટીના રહિશો દ્વારા જાહેરમાં ગંદકી કરવામાં આવતી હોય છે. જ્યાં શહેરની નંદ બંગ્લોજના રહિશો દ્વારા ઘર વપરાશનું ગંદુ પાણી જાહેરમાં ઢોળવામાં આવતું હોઇ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો હતો. આથી અન્ય રહિશોનું આરોગ્ય કથળે તેવી ભિતી હતી. જ્યાં નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ કરી ૨૭ રહિશોને જાહેરમાં ગંદકી કરવાના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે જાહેરમાં ગંદકી કરતા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે.

Download Our B K News Today App



Related News