કોરોના ગ્રહણ પછી જમીન બજારમાં હલચલ ડીસામાં કાંટ અને પાટણ રોડ રહેણાંક માટે ફેવરિટ બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:25:53
  • Views : 941
  • Modified Date : 2020-07-04 11:25:53

આમ તો બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર વાણિજ્યની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું છે. જ્યાં પાણીના
 પૂરતા સ્ત્રોત હોવાથી અનેક લોકોએ પોતાનું વતન બનાવ્યું છે. ત્યારે કોરોનાના કારણે સુસ્ત રહેલા જમીન બજારમાં હવે સળવળાટ શરૂ થઈ ગયો છે. તેમાંય રહેણાંક માટે કાંટ અને પાટણ રોડ ઉપર લોકોને લોકો પોતાની પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે.
ડીસા શહેરની વસ્તી સવા લાખથી વધુ છે. શહેરનું જુનું બજાર હવે હાઇવે સુધી અને એથીયે આગળ વધ્યું છે. લોકો પણ ગીચતા છોડીને બનાસ નદીનાકાંઠાથી ઉન્નતિ પાર્ક, ડાયમંડ સોસાયટી, ત્રણ હનુમાન મંદિર રોડ, રેજીમેન્ટ રોડ, એરોડ્રામ રોડ, પાલનપુર હાઇવે અને પાટણ રોડ ઉપર અનેક રેસીડેન્સી સ્કીમ બની છે. જ્યાં આવેલા મકાનોમાં
નિવાસ્થાન કરે છે. આ વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધાઓ પણ થઈ છે. પરંતુ છેલ્લા છ માસમાં જમીન અને કેટલીક મકાનોની સ્કીમને કોરોનાગ્રહણ લાગ્યું હતું. જેથી જમીન બજારમાં પણ ભારે સુસ્થતા આવી ગઈ હતી. પરંતુ હવે લોકડાઉન ખુલ્યા પછી ધીમે ધીમે જમીન બજારમાં તેજીનો સળવળાટ શરૂ થયો હોય તેવું જાણવા મળ્યું છે. કેટલાક સોદાઓ પણ થવા માંડ્‌યા છે. જેમાં રહેણાંક માટે લોકો કાંટ રોડ અને પાટણ રોડ ઉપર જુનાડીસાની આજુબાજુના રોડની પ્રથમ પસંદગી કરી રહ્યા હોવાનું બજારના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બંને રોડ અત્યારે હોટ ફેવરિટ બની રહ્યા છે.

Download Our B K News Today App



Related News