દિયોદર તાલુકા મંડળી દ્વારા રાહતદરે ચોપડા વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 12:24:32
  • Views : 479
  • Modified Date : 2019-06-02 12:24:32

ધી દિયોદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાહતદરે ચોપડા મળી રહે તેવું વારંવાર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંડળી દ્વારા ફુલસ્કેપ સારા કાગળના ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરેલ છે. જેને ગતરોજ સમિતિના સદસ્યો દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલ. આ પ્રસંગે મંડળીના ચેરમેન અશોક બી.શેઠ, મે.ડીરેક્ટર વસંત એન.શાહ, ડીરેક્ટર સુરેશ એફ.શાહ, રમેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ ઠક્કર તેમજ મંડળીના મેનેજર પ્રકાશ આર.શાહ, કાંતિભાઈ જાષી, વરિષ્ઠ પ્રત્રકાર અરવિંદભાઈ હાલાણી વગેરે ઉપÂસ્થત રહેલ. ગતરોજથી મંડળીના કાર્યાલયમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું  છે.


Download Our B K News Today App



Related News