ડીસામાં જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા રખડતાં પશુઓને રેડીયમ પટ્ટી લગાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:19:12
  • Views : 319
  • Modified Date : 2021-09-26 11:19:12

     ડીસા નેશનલ હાઇવે તેમજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર અબોલ પશુઓ રાત્રીના સમયે અડ્ડીગો જમાવીને બેસે છે ત્યારે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા અંધકાર ના સમયે અકસ્માત ન થાય તે માટે રખડતાં પશુઓના શિગડા ઉપર રેડીયમ પટ્ટી લગાવી એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ડીસા ખાતે રખડતા પશુઓના કારણે સર્જાતા અકસ્માતને અટકાવવા પશુઓને રેડિયમ લગાવાયા હતા. જીવદયા કાર્યકર અને કાંટ પાજરાપોળના જીવદયા માનવસેવા ફાઉન્ડેશન ઈન્ડિયા દ્વારા ગૌરક્ષા સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં જીવદયા માનવસેવા ફાઉન્ડેશન ના સ્થાપક અને અધ્યક્ષ કમલેશભાઇ દેસાઈ, આશિષભાઇ શાહ, કલ્પેશભારથી ગોસ્વામી, અશોકભાઈ પુરોહિત તેમજ વિપુલભાઈ ઠક્કર જેવા મિત્રોના સહયોગથી ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે શહેરની અંદર રોડ પર રાત્રી દરમિયાન અકસ્માતમાં ગૌમાતા ઘાયલના થાય તે માટે ગાયના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવામાં આવી હતી. રખડતાં પશુઓ પર રેડીયમ પટ્ટીઓ લગાવવાથી વાહનચાલકો પણ સુરક્ષિત રહે તેમજ કોઈ વ્યક્તિને નાગરિકને અડફેટમાં ના આવે આ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ સુંદર કાર્યક્રમ ડીસા ખાતે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ અંગે જીવદયા માનવસેવા ફાઉન્ડેશન ના અધ્યક્ષ કમલેશ દેસાઇ એ જણાવ્યું હતું કે, રાત્રીના અંધકાર દરમિયાન વાહન ચાલકોને પશુઓ ન દેખાતાં અકસ્માત થાય છે. જેથી અબોલ પશુ અને વાહન ચાલકને પણ નાની મોટી ઇજાઓ પહોંચે છે. રેડીયમ પટ્ટી લગાવવાથી અકસ્માત માં પણ ઘટાડો થશે.

Download Our B K News Today App



Related News