રાધનપુરમાં પોલીસ લાઇનની પાસે ગટરના પાણી રેલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:14:47
  • Views : 383
  • Modified Date : 2019-12-28 18:14:47

રાધનપુરમાં પોલીસલાઇનથી બહાર નીકળતા મામલતદાર, પ્રાંત, ડી.વાય.એસ.પી. કચેરીઓ જવાના જાહેર માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી રેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેમાં મામલતદાર કચેરીની બાજુમાં સરકારી વસાહતના સરકારી કર્મચારીઓ રહે છે. જે ક્વાર્ટરમાં રહેતા સરકારી કર્મચારીઓના પરિવારજનો દ્વારા આ પાણી જાહેરમાર્ગ ઉપર છોડતાં લોકોમાંથી જાણવા મળ્યું હતું.પરંતુ ગંદા પાણીને રોડ ઉપર આવતા અટકાવ્યા નથી.તાત્કાલિક આ પાણી જાહેરમાર્ગ ઉપર આવતા બંધ થાય તેવી લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News