રાધનપુર-હારીજમાં વિજય રૂપાણીની જાહેર સભા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 09:20:02
  • Views : 481
  • Modified Date : 2019-04-07 09:32:13

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજ ખાતે રવિવારના રોજ જાહેર સભા યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની તેમ જ હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની છે. જેથી આ વખતની ચૂંટણી વિશેષ ચૂંટણી છે. મુખ્યમંત્રીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારને જીતાડવા આહ્વાહન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ વખતની ચૂંટણી દેશ કોના હાથમાં સલામત છે, તે નક્કી કરવા માટે મહત્વની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી આંતકવાદને હણનારા અને આંતકવાદને પનાહ આપનારાઓ વચ્ચે છે. આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને રાધનપુર-હ વચ્ચેની ચૂંટણી છે તો, આ વખતની ચૂંટણી ઇમાનદારી અને બેઇમાનો વચ્ચેની ચૂંટણી છે. ત્યારે પુનઃ એકવાર દેશમાં મોદી સરકાર લાવવા માટે પાટણ જિલ્લાની પ્રજાને અપીલ કરી હતી. વિપક્ષને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ મોદી સરકાર આવવાની છે.

Download Our B K News Today App



Related News