રાધનપુર-સાંતલપુર તાલુકાનો દૂધ દિન ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:46:47
  • Views : 538
  • Modified Date : 2020-01-20 14:46:47

રાધનપુર-સાંતલપુર તાલુકાનો દૂધ દિન ઉજવાયો

રાધનપુર ખાતે બનાસ ડેરી અને જી.સી.એમ.એમ.એફ.ના સંયુક્ત ઉપક્રમે રાધનપુર અને સાંતલપુર તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રસંગે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક બહેનો ભારતીબેન ચૌધરી વડલાળા, સુરજબેન દેસાઈ સિનાડ, ફિરદોશબેન બલોચ અને રાધાબેન આયરે પોતાના પ્રતિભાવો રજૂ કરીને બનાસડેરીના પારદર્શક વહીવટની વાતો રજૂ કરી હતી.બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પશુપાલક બહેનોને આર્થિક રીતે પગભર કરવાનો સંકલ્પ લેતા જણાવ્યું હતું કે જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી પોતાના પગ પર ઉભી થઈને આર્થિક સંપન્ન બને અને તે દ્વારા મહિલા સશક્તિકરણનું કામ થાય તે માટે બનાસડેરી કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ કે દૂધની સાથે સાથે ગાય ભેંસના છાણમાંથી પણ આવક મળતી થાય તેવું આયોજન થઈ રહ્યુ છે. દામા ખાતે ટૂંક જ સમયમાં ગોબરગેસ પ્લાન્ટ શરૂ થઇ રહ્યો છે જ્યાં સમગ્ર જિલ્લામાંથી ગોબર એકઠું કરીને તેના નાણા પણ દૂધની જેમ જ આપવામાં આવશે અને પશુપાલકોને દૂધની સાથે હવે ગોબરમાંથી પણ આવક મળતી થશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષ કરતા પણ સવાયો ભાવ વધારો આપવાની હૈયાધારણા આપી હતી. આવનારો સમય ઈ-કરન્સીનો હશે અને આપણો જિલ્લો તેમાં પહેલ કરશે તે દિશામાં કામ કરીને હવે વધુમાં વધુ પ્રમાણમાં બહેનોના ખાતા ખોલાવવા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે બહેનોએ પણ હવે સક્રિય રીતે દૂધના વ્યવસાયમાં ભાગીદાર બનવું પડશે. આ બંને તાલુકાઓમાં મહત્તમ દૂધનું ઉત્પાદન થાય તે માટે બહેનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસડેરી છેલ્લાં ચાર વર્ષથી રોકેટ ગતિએ પ્રગતિ કરી રહી છે. તેનો ખરો શ્રેય દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા ચેરમેન શંકરભાઈને જાય છે. 

Download Our B K News Today App



Related News