દેલવાડા ગામે રાધાકૃષ્ણ ભગવાનની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:40:04
  • Views : 580
  • Modified Date : 2019-04-16 05:40:04

સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે ભગવાન રાધાકૃષ્ણ ની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રથમ તારીખ ૨૭ માર્ચના રોજ સમગ્ર રાધેકૃષ્ણ મંડળ દેલવાડા દ્વારા સમગ્ર દેલવાડાના ગ્રામજનો અને સગા સંબંધીઓને દેવભૂમિ દ્વારકા લઈ જઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવીને ત્યાંથી ભગવાન કૃષ્ણરાધાની જ્યોત લાવવામાં આવી હતી. તેમા પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. પરંતુ તારીખ ૧૨,૧૩,અને ૧૪ એપ્રિલના રોજ ત્રણ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે યજ્ઞ, અÂગ્ન સ્થાપન, કુટીર કુભ આરતી અને રાત્રે સંત મેળાવડો સંત અજમલદાસ મહારાજની સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે શોભાયાત્રા શાંતીપૃષ્ટિ હોમ હિવા દેવ દિવ્ય શયન અને રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને પૂણ્યશાસ્ત્રી ત્રીજા દિવસે પોત પૂજા અને બપોરે ૧૨-૩૮ના વિજય મુર્હુતની જાહેર ભગવાન રાધેકૃષ્ણની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપÂસ્થત ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી દિલિપજી ઠાકોર, તથા અલ્પેશજી ઠાકોર ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર તથા મહેસાણા દુધ સાગર ડેરીના ચેરમેન આશારામ ઠાકોર ઉપÂસ્થત રહ્યા હતા. આ ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાધેકૃષ્ણ યુવક મંડળ દેલવાડા દ્વારા સારી જાવી  વ્યવસ્થા કરવામાં આવી અને ત્રણેય દિવસ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેલવાડા ગ્રામજનો તથા આજુ બાજુના દાતાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ધનની સરવાણી કરવામાં આવી હતી આ દેલવાડાના યુવાઓ ખડેપગે રહીને રાત દિવસ સેવા કરવામાં આવી હતી અને ભાટસણના કનુજી સોમાજી દ્વારા ત્રણેય દિવસ છાશ અને મિનરલ પાણીની સેવા કરવામાં આવી હતી.



Download Our B K News Today App



Related News