કોરોનાગ્રસ્ત પરિવારોને નિઃસ્વાર્થ ભાવે અવિરત જમાડતો રાધે રાધે પરિવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 12:03:48
  • Views : 340
  • Modified Date : 2021-04-17 12:03:48

કોરોનાની કપરી  પરિસ્થિતિમાં અનેક લોકો મુસીબતોનો સામનો કરી રહ્યા છે. લોકોની નોકરી છીનવાઇ રહી છે, રોજગારી મળતી નથી. તેવી કપરી સ્થિતિ વચ્ચે શહેરના યુવાનો દ્વારા અવિરત પણે કોરોનાગ્રસ્ત પરિવારને બે ટંકનંુ ભોજન કરાવી રહ્યા છે. યુવાનો દ્વારા પાંચ વર્ષ પહેલા હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના ચહેરા ઉપર હાસ્ય લાવવાથી શરૂઆત કરાઇ હતી. આજે તે વટવૃક્ષ બની ગયુ છે અને હોમઆઇસોલેશન પરિવારજનોને નિઃસ્વાર્થ ભાવે ભોજન કરાવી રહ્યા છ.ે
કોરોનાની સ્થિતિમાં બે ટાઇમ ઘરનો ચૂલો સળગાવવો અનેક પરિવારજનો માટે
કઠિન બની ગયો છે. ત્યારે કોરોનાનો કહેર શહેરમાં ચાલુ થયો ત્યારથી અભ્યાસની સાથે સાથે કોરોનાગ્રસ્ત પરિવારનંુ વિચારીને રાધે રાધે પરિવાર દ્વારા બે સમયનંુ ભોજન
આપવાનો વિચાર કર્યો હતો. તેની સાથે સાથે પોલીસ, મીડિયા, ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા અને
ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારજનોનો વિચાર કર્યો હતો. શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે. પરંતુ અભ્યાસ સાથે ફંડ ઉઘરાવી આયોજન કરવુ અતિ કઠિન કામ છે.
ભગીરથ કાર્યમાં જાેડાયેલા તન્મય પટેલ, રાહુલ સુખડીયા કહી રહ્યા છે કે, કોરોનાનો બીજાે સ્ટેન અત્યંય ઘાતક સાબિત થઇ રહ્યો છે. ત્યારે હાલમાં આજે પણ રોજના ૧૫૦ કરતા વધારે ટીફીનની વ્યવસ્થા રાધે રાધે પરિવાર કરી રહ્યો છે. અનેક નામી અનામી વ્યક્તિઓ ફંડ અને જરૂરિયાતવાળી ચીજવસ્તુઓ આપી જાય છે. હાલમાં અમારા પરિવારમાં અનેક લોકો રોટલી-શાક, પુરી, દાળભાત અને ખીચડી બનાવવા મહિલાઓ સેવા આપવા આવે છે.
શહેરના નાગરિકો જેમનો પરિવાર કોરોનામાં સપડાયો છે તે અમને એક દિવસ પહેલા જણાવે છે. પરિણામે તે કેટલા દિવસ ભોજન લઇ જશે તેની નોંધ કરીને અમે રોજ ભોજન બનાવીએ છીએ. અભ્યાસની સાથે સાથે સેવા કરવાનો લાભ લઇએ છીએ. કોરોનાએ સંપૂર્ણ જીવન બદલી નાંખ્યુ છે. ત્યારે આ મહામારીમાં અમે પહેલા જેવુ લોકોનંુ જીવન થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને નાગરિકોને મદદ કરવાનો અમારો પ્રયાસ કરીએ છીએ.

Download Our B K News Today App



Related News