ઝાલાવાડની ધરતી પર રચાયો વિશ્વ વિક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 11:18:11
  • Views : 363
  • Modified Date : 2020-02-20 11:18:11

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ઝાલાવાડ યોગ સમિતી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહકારથી સુરેન્દ્રનગર ખાતે ૫૦૦૦ લોકો દ્વારા ૩.૫ મિનીટ સુધી ત્રાડાસન કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. અગાઉ ત્રાડાસન માટેનો રેકોર્ડ ૨.૭૫ મિનીટનો હતો. જે ઝાલાવાડની ધરતી પર સુરેન્દ્રનગરના લોકોએ તોડ્‌યો અને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ પ્રસંગે સાંસદ ડો. મહેન્દ્ર  મુંજપરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી રાજપૂત અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, કિશોરસિંહ ઝાલા સહિત તમામ
આયોજકોને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાત રાજ્યના પ્રમુખ અશ્વિન ત્રિવેદી, દિવ્યાંગ ગાંધીએ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કર્યુ હતુ. આ તબક્કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, લંડનની સંસદના સાંસદ વિરેન્દ્ર શર્મા, સાંસદ રંજનબેન ભટ્ટ, વર્લ્ડ  બુક ઓફ રેકોર્ડના ચેરમેન દિવાકર શુક્લ, ભારતના પ્રમુખ સંતોષ શુક્લ અને ગુજરાત રાજ્યના સચિવ દિવ્ય ત્રિવેદીએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News