ડીસામાં ગોપાલક છાત્રાલય ખાતે રબારી સમાજની મીટિંગ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:45:35
  • Views : 489
  • Modified Date : 2019-04-29 11:45:35

આગામી ટૂંક સમયમાં નવીન શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન કરાશે માવજીભાઈ દેસાઈડીસાના સમશેરપૂરા ખાતે રબારી સમાજનું અતિભવ્ય શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે ત્યારે રબારી સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે અને શૈક્ષણિક લોક ફાળો એકત્રિત કરવામાં શિક્ષણ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં નવી શૈક્ષણિક ક્રાંતિનો ઉદય થયો હતો ત્યારે નવીન શૈક્ષણિક સંકુલઝડપથી નિર્માણ થાય તે માટે સમાજના મોભી આગેવાનોએ પ્રયાસ હાથ ધર્યો છે.  તયારે આજરોજ ૨૮ એપ્રિલને રવિવારના ગોપાલક છાત્રાલયમાં શિક્ષણ સંકુલ સંદર્ભે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માવજીભાઈ દેસાઈ ચેરમેન ડીસા માર્કેટયાર્ડ ખાસ હાજર રહી યુવાનોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.  આગામી સમયમાં નવીન શૈક્ષણિક સંકુલનું
ભૂમિપૂજન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેને લઇ આગામી તારીખ ૫/૫/ ૨૦૧૯ને રવિવારના રોજ ગોપાલક છાત્રાલયમાં બપોરે બે કલાકે સમાજના તમામ આગેવાનો યુવાનો, વડીલો અને શૈક્ષણિક ગામ સમિતિના સભ્યોએ ખાસ હાજરી આપવા ગોપાલક છાત્રાલય ટ્રસ્ટી ગણવતી અનુરોધ કરવામાં આવ્યો છે. તારીખ ૫ /૫/૨૦૧૯ ને રવિવારના રોજ યોજાનાર મીટિંગમાં નવીન શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજનની તારીખ નક્કી કરવાની હોવાથી સમાજના તમામ લોકોને ખાસ અચૂક હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ છે.


Download Our B K News Today App



Related News