ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો ઉપર આરટીઓની લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 11:03:46
  • Views : 323
  • Modified Date : 2021-02-05 11:03:46

રાજ્યમાં અનેક લોકો વાહનોનો ટેક્સ ભર્યા વિના સરકારી તિજાેરીને નુકશાન કરાવી રોડ ઉપર બેરોકટોક ફરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા આવા વાહનો સામે લાલ આખ કરવામાં આવી છે. આકસ્મિક ચેકીંગમાં આરટીઓએ ૬ વાહનો જપ્ત કર્યા છે. જેમની
પાસેથી બાકી ૨.૧૦ લાખનો ટેક્સ વસુલ કરવામાં આવશે.
રાજ્યમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા માલિકો ટેક્સ ભરવામાં માનતા નથી. સરકાર માત્ર સામાન્ય લોકોના ટેક્સથી જ ચાલતી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા રોડ
ઉપર ટેક્સ ચોરી કરી બેફામ બની દોડતા વાહનો ઉપર લાલ આંખ કરાઇ છે. અધિકારીઓ દ્વારા રોડ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરીના એમ.આર. ગજ્જર, એસ.જે. રતનધાયરા અને એન.આર.પટેલ દ્વારા  રોડ ઉપર આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ૬ મોટા વાહનો જપ્ત કરાયા હતા.
એઆરટીઓ એમ.આર. ગજ્જરે કહ્યું હતંુ કે, આરટીઓ કચેરી દ્વારા હાલમાં ઓવરલોડ વાહન અને ટેક્સ વિના દોડતા વાહનો સામે કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે શહેરમાં ટેક્સ ભર્યા વિના દોડતા હોય તેવા ૬ વાહનો જપ્ત કરાયા છે. જેમની
પાસેથી ૨.૧૦.૨૭૦ રૂપિયા વસુલ કરવામા આવશે. જ્યારે આવા ડીફોલ્ટરોને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. બીજી તરફ જિલ્લામાં ખોરજ
પાસે મોટું ટ્રાન્સપોર્ટ હબ ખોડીયાર ડેપો આવેલું છે. ત્યારે બાકી ટેક્સ વાળા વાહનોને પ્રવેશ નહિ આપવા પણ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News