તમાકુ છોડો, સ્વાસ્થ્ય જાળવો! 31 મેનાં રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ, જાણો ઈતિહાસ અને ઉજવણીનો ઉદ્દેશ્ય શું?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:32:19
  • Views : 251
  • Modified Date : 2022-06-02 11:32:19

 

 

દુનિયાભરમાં દર વર્ષે 31 મેંનાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2022માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ 'પર્યાવરણ માટે ખતરનાક છે તમાકુ' છે. તમાકુનાં સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ ખાસ દિવસ પર આ વિષે જાણકારી આપવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત, આ ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ વધારે છે. આવો જાણીએ આ દિવસનો ઈતિહાસ અને મહત્વ. 


તમાકુનાં સેવનથી થતી બીમારીઓ અને મૃત્યુનાં વધતા આંકડાઓને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત 1987માં કરી હતી. પહેલી વાર 7 એપ્રિલ 1988નાં રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 31 મે 1988નાં રોજ WHO42.19 પ્રસ્તાવ પાસ થયા બાદ આ દિવસને દર વર્ષે 31 મેનાં રોજ મનાવવામાં આવે છે. 


આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુનાં સેવનથી થતા નુકસાન વિષે જણાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ તમાકૂનાં સેવનથી થાય છે. લોકોને આ નુકસાન વિષે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. યુવાનોને પણ આ વિષે સમજાવવામાં આવે છે.

 


દર વર્ષે કોઈને કોઈ થીમ પર તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ પર્યાવરણની રક્ષા માટેની છે. ગયા વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ કમિટ ટૂ ક્વિટ હતી. દર વર્ષે આ દિવસ મનાવવા માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ આ વિશેષ થીમ પર આધારિત હોય છે. આ દરમિયાન તમાકુનાં સેવનથી થતા નુકસાન અને આ આદત છોડવા માટે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવે છે. યુવાનો પણ આ કાર્યક્રમમાં આગળ આવીને ભાગ લે છે. તેમને પણ આ વિષે સમજાવવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News