બનાસકાંઠા જિલ્લાના જનસેવા કેન્દ્ર શરૂ થતા લોકોની દસ્તાવેજો અને ઉતારા લેવા માટે કતારો જોવા મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 13:05:53
  • Views : 260
  • Modified Date : 2021-06-09 13:05:53

     બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે  છેલ્લા એક માસથી જનસેવા કેન્દ્ર બંધ હતા અને જનસેવા કેન્દ્રો પર લોકોની જરૂરિયાત મુજબના દસ્તાવેજોની સેવાઓ બંધ કરવામાં આવી હતી જેના કારણે એક માસથી ઉતારા ને દસ્તાવેજો માટે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો..ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા જનસેવા કેન્દ્ર શરૂ થતા જનસેવા કેન્દ્ર પર લોકોની કતારો જોવા મળી હતી ખેડૂતોને લોકોને પોતાના રોજીંદા કામમાં ઉતારા અને દાખલા તેમજ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે ત્યારે એક માસની જન સેવા કેન્દ્ર બંધ રહેતા લોકોને મુશ્કેલી પડતી હતી અને હવે જનસેવા કેન્દ્રો ફરી શરૂ થતાં લોકો વહેલી સવારથી પોતાના દસ્તાવેજો મેળવવા માટે જનસેવા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને જનસેવા કેન્દ્ર પર આવેલા લોકો દ્વારા પણ જનસેવા કેન્દ્રો શરૂ થતા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News