પ્રાથમિક શાળાના છાત્રોના અભ્યાસ માટે શિક્ષકો ઘરે પહોંચશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:39:28
  • Views : 221
  • Modified Date : 2021-03-08 10:39:28

    ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5માં અભ્યાસ કરતા ભુલકાઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ છુટ્યા છે. જેમાં વાલીઓની રજુઆતના પગલે ફળીયામાં આઠથી દસ બાળકોને શિક્ષક અભ્યાસ કરાવશે.

    શિક્ષણ હબ ગણાતા ખેડા જિલ્લામાં કોરોનાના પગલે છેલ્લા એક વરસથી શિક્ષક વ્યવસ્થા ખોરવાઇ છે. હજુ ગયા મહિને જ સરકારે તબક્કાવાર ધો.6થી 12નો અભ્યાસ શરૂ કર્યો છે. પરંતુ ધો.1થી 5માં અભ્યાસ કરતાં ભુલકાઓની શાળા શરૂ થઈ નથી. જેને કારણે અભ્યાસ સતત બગડી રહ્યો છે. આથી, શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શેરી શિક્ષણનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

    જેમાં વાલીઓ શાળા જઇ રજુઆત કરી શકશે અને જેમની શેરીમાં આઠથી દસ બાળકોને શિક્ષકો ઘરે જઇ અભ્યાસ કરાવશે. ખેડા જિલ્લામાં હોલ ધો.1થી 5માં 1,23,161 વિદ્યાર્થી છે. બીજી તરફ ધો.1થી 8માં 7,548 શિક્ષકો છે. જેમાંથી ધો.5મા ધોરણ સુધીના શિક્ષકો ઘરે ઘરે ફરીને અભ્યાસ કરાવશે. ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5માં અભ્યાસ કરતા ભુલકાઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ છુટ્યા છે.ખેડા જિલ્લામાં ધો.1થી 5ના બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે ઓન લાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. જેમાં ટેલીફોનીક, ટીવીના માધ્યમથી, માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેમાં હવે શિક્ષકો ઘરે જઇને અભ્યાસ કરાવશે.


Download Our B K News Today App



Related News